Mysamachar.in-અમદાવાદ
ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પરથી સંકટ ટળ્યું છે, જોકે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન 6 કલાક બાદ સાયક્લોનમાં ફેરવાશે. 12 કલાક બાદ તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. જોકે, તેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આવતીકાલે બપોર બાદ અલીબાગ અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે.