Mysamachar.in-અમદાવાદ
સરકાર લોકડાઉન ઉપર લોકડાઉન વધારતી જાય છે..અને કેસ તો તેમ છતા કુદકે ભુસકે વધે છે ઉપરથી ઉત્પાદન તમામ બંધ છે ત્યારે લોકોની અઢળક માંગને કેમ પહોંચાશે ? તે સવાલ સમીક્ષકો કરી ઉમેરે છે કે બીજી તરફ ઉદ્યોગોને છુટ અપાય પરંતુ મોટાભાગના મજુરો તો જતા રહ્યા હવે કામ કોણ કરશે? સ્થાનિક ઉત્પાદનોનો સ્ટોક દરેક કક્ષાએ હવે ખલાસ થવા આવ્યો છે અરે ત્યા સુધી કે સામાન્ય ઘર વપરાશ અને ઓફીસ વપરાશની ચીજો મળવી મુશ્કેલ તો થવા લાગી છે બીજી તરફ નવુ ઉત્પાદન શરૂ થયા બાદ પણ લોકો સુધી પહોચવામા સમય તો લાગવાનો જ છે, આવા સંજોગોમાં માંગ સામે પુરવઠો ન હોય (ઘટે એ સમજાય) તો અર્થશાસ્રની દ્રષ્ટીએ સામાજીક હાલાકી એવી વધે કે તેનો કોઇ ઉકેલ સરકાર પાસે છે જ નહી,..?
આ સંજોગોમા સરકાર માટે એ જ ચિંતાનો વિષય છે કે બધુ જ સમતોલ કેમ કરવુ કેમકે સંતુલીત અને સ્થિર બજાર હજુ થઇ શકે તેમ નથી કારણકે ઉત્પાદનની જ કોઇ ગતિશિલતા નથી કે આગામી મહિનાઓ સુધી તમામ પ્રકારના ઉત્પાદન નિયમિત ઉત્પાદન થઇ શકે સાદી ભાષામા ઠેકાણા નથી માટે ઉત્પાદન રાબેતા મુજબ થાય લોકોને આગામી દિવસમા નાને થી મોટી વધી ચીજવસ્તુ અને સર્વિસીઝ મળતી થાય તે દિશામા સરકાર વિચારી શકતી નથી કે ઠોસ પ્લાન કરી શકતી નથી અને ઉત્પાદકોને કાચો માલ મળે અને શ્રમિકો બંને તાત્કાલીક પુરતા મળે તેની સુયોજીત વ્યવસ્થા કરી આપી શકતી ન હોઇ સરકારની નિષ્ફળતા ભારોભાર ઉભરી આવી હોઇ આગામી દિવસો ખુબ કપરા છે કેમકે સરકાર ખુદ ડામાડોળ છે.