Mysamachar.in-અમદાવાદ:
હજુ તો ગઈકાલે જ નિષ્ણાતો દ્વારા રાજ્ય પર બે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહયાની સંભાવનાઓ વ્યક્ર્ત કરવામાં આવી હતી, અને હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થયા છે, અને રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગે આજે વધૂ એકવખત મહત્વની આગાહી કરી છે. આગાહી અનુસાર, મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામા આવી છે,
જો આ આગાહી સાચી પડી તો તારીખ 28 અને 29મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 30 અને 31 મેએ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, બે દિવસ બાદ વાવાઝોડાં અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રાજ્યમાં વરસાદની સંભાવના તો છે પરંતુ સાથે જ ગરમીનો પારો પણ વધતો રહેશે. અમદાવાદ, સાબરકાંઠા, કચ્છ સહિતમાં હિટવેવ રહેશે