Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે.3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.
હાલ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે ગુજરાત ઉપર મોટું સંક્ટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે.જે 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડું સર્જશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ વ્યક્ત થઇ રહી છે,
આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન અંગેની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીમા સ્પષ્ટ દેખાઈ આવે છે કે, 3 જુને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે.
ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે.જો ગુજરાતમાં 3જી જૂને વાવાઝોડું આવશે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્રબિદું હોઈ શકે છે. ગીર-સોમનાથથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે.