Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાક સમયથી ભેજાબાજ ગઠિયાઓ એક યા બીજી રીતે Paytmનું KYC કરવાના બહાને લોકો સાથે ઠગાઈ કર્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, છતાં લોકો ચેતવાનું નામ નથી લેતા, જયારે પણ ફોન કે મેસેજ દ્વારા આ રીતે કેવાયસી કરવાનું કોઈ કહે તો પુરતી ખાતરી કર્યા બાદ જ આગળ વધવું હિતાવહ છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે દિવસમાં આવા બે બનાવો સામે આવ્યા છે. જેમાં પહેલા સિનિયર સિટીઝન તો બાદ માં ઓર્થોપેડીક સર્જન છેતરપિંડી નો ભોગ બન્યા છે. ઘાટલોડિયા માં રહેતા હર્ષદ શખેસરા એ ફરિયાદ આપી છે કે ગઈ 22 મી એપ્રીલ એ તેમના મોબાઈલમાં Paytm KYC કરવા માટે મેસેજ આવ્યો હતો
જો કે કેટલાક દિવસ બાદ જ્યારે તેઓ ગેસ નું બિલ ભરવાનો પ્રયત્ન કરવા બિલ ભરાયું ના હતું. જેથી તેમને મેસેજ માં આવેલ નંબર પર ફોન કરતા પેટીએમ કેવાયસી કરવા માટે કહી ને ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાંથી લોગ આઉટ થઈ પેટીએમ્ માંથી એક રૂપિયો ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જો કે ફરિયાદી આમ કરતાં તેના એકાઉન્ટ માંથી અલગ અલગ 9 ટ્રાન્સજેક્શન મારફતે રૂપિયા 1 લાખ 35 હજાર ઉપડી ગયા હતા.જ્યારે બીજા બનાવમાં નારણપુરામાં રહેતા પ્રદીપભાઈ વોરા નામના વ્યક્તિ સાથે પે ટી એમ કેવાયસી કરવાના બહાને આ પ્રકારે અલગ અલગ 10 ટ્રાન્સજેક્શન કરી 99,678 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.આમ બન્ને ગુન્હાઓમાં સાયબર સેલની નિષ્ણાત ટીમ ગુન્હાનો ભેદ ઉકેલવા મથી રહી છે.