Mysamachar.in-અમદાવાદ:
આમ તો બધા લોકો પણ ખાસ કરીને જગતનો તાત જેની આતુરતાથી રાહ જોઇને બેઠો હોય છે, તે મેઘરાજાની ગુજરાતમાં ક્યારે એન્ટ્રી થશે તે અંગેની સંભાવનાઓ આજે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું ક્યારે બેસશે અને ક્યા સુધી રહેશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે આજે ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 21મી જૂનથી થશે. રાજ્યમાં ત્યારથી વિવિવત રીતે ચોમાસું શરૂ થશે,
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 21મી જૂનથી ચોમાસું શરૂ થશે અને એક સપ્તાહ ચોમાસું પાછળ ધકેલાયું છે. સામાન્ય રીતે ગુજરાતમા જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસું મોડું છે. સાથે એવું પણ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ પાછળ ધકેલાયું છે, તો વિદાય પણ મોડું લેશે. આમ હવામાન વિભાગે ગુજરાત સહિત આજે ભારતમાં ચોમાસા અંગે જાહેરાત કરી હતી. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.