Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં આગ ઓકતી ગરમીનો સામનો કેટલાય જીલ્લાના લોકો કરી રહ્યા છે, એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી ઉત્તર-પશ્ચિમ ભારતનાં વિવિધ શહેરોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની સાથે પવનની ગતિ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.