Mysamachar.in-ગુજરાત:
લોકડાઉને એ વ્યસનબંધી એવુ નથી જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કાળા બજારમા પાન મસાલા ખુણેખાચરે છાની ટેકનીકથી ધૂમ વહેંચાય છે, એવુ મનાય છે કે લોકડાઉન દરમિયાન પાન-માવાના ગલ્લા-દુકાનો બંધ થઇ જતાં વ્યસનીઓમાં તરફડાટ જોવા મળ્યો છે. પરંતુ આ તકનો લાભ ઉઠાવી અને કેટલાક કાળાબજારીઓ અને અમુક લેભાગુ તત્વોએ કાળાબજાર શરૂ કરીને સિગારેટ, બીડી મસાલા અને દારૂના ત્રણથી ચાર ગણા ભાવ વસુલી અને આફતને પોતાના માટે અવસરમાં પલટી છે,
જો કે, હવે જથ્થો પણ પુરો થવા આવ્યો છે અને બહારથી માલ આવતો ન હોવાના લીધે સ્થિતિ હજુ કપરી બનવાની સંભાવના છે. વ્યસન છોડવા માંગતા લોકો માટે આ સૌથી શ્રેષ્ઠ સમય હોવાનું મનોચિકિત્સકો માની રહયા છે.પણ કાળાબજારીમાં લુંટાતા લોકો વ્યસન તજી દેવાનું નામ નથી લેતા, જનતા કરફયુ બાદ પ્રથમ 21 દિવસના લોકડાઉનમાં કોઇ વ્યસનીઓને કલ્પના ન હતી કે, ચા, પાનની દુકાન અચાનક જ બંધ થઇ જશે. જેના કારણે મોટાભાગના વ્યસનીઓને સંગ્રહખોરી કરવાનો સમય મળ્યો ન હતો. હાલ તમામ દુકાનો બંધ હોય તેમજ તંબાકુ, સોપારી સહિતની વસ્તુઓની આવક બંધ હોય, ભાવ આસમાને પહોચ્યા છે.
સોપારી જે સારી કક્ષાની 450 કીલો મળતી હતી તે હાલ 1500 થી 1700માં મળતી થઇ ગઇ છે. આવો જ હાલ તંબાકુનો છે.જે તંબાકુનું ડબલું 205 રૂપિયામાં મળતું હતું તેના હાલ બજાર ભાવ રૂા. 450 વસુલવામાં આવી રહયા છે. સિગરેટ સામાન્ય રીતે 10 રૂપિયાની મળતી હતી તે હાલ 25ની માંડ-માંડ મળી રહી છે. આવો જ હાલ બીડીનો છે અને તેના ભાવ ત્રણ ગણા આપવા છતાં બજારમાં મળતી નથી, આમ જેની પાસે સ્ટોક અને કાળાબજાર કરવાની આવડત છે તેવા લોકો લોકડાઉનમાં પણ ફાવી ગયા છે.
-મોબાઇલ પર સંપર્ક કરી પહોંચાડાય છે
તંબાકુ, સિગરેટ, બીડી વગેરે વસ્તુઓ હાલ જાહેરમાં વેચાતી નથી પણ લગભગ જે લોકો આ ધંધા સાથે સંકળાયેલા છે તે જ આની વ્યવસ્થા કરે છે તેના ગ્રાહકો પાસે મોબાઇલ નંબર હોય તે સંપર્ક કરે એટલે શેરબજારની જેમ દરરોજ મસાલા, સિગરેટના ભાવ વધઘટ થાય છે, નકકી થયા બાદ ખિસ્સામાં મસાલા કે સિગરેટ રાખીને ગ્રાહકને પહોચાડવામાં આવે છે.મસાલા-સિગારેટના ભાવમાં શેરબજારની જેમ રોજેરોજ વધઘટ થાય અને ત્રણથી ચાર ગણા ભાવ વસુલાય છે તેમ જાણકારોમાં ચર્ચા છે તેમજ ક્યા મસાલા મળે છે કેટલાના મળે છે તેમા ક્યો માલ વપરાય છે વગેરેની ચર્ચા તલબ લાગનારાઓમા થાય છે તેવુ સાંભળવા મળે છે.