Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં ત્રીજી મેં સુધીનું લોકડાઉન છે, અને આ સમયગાળા દરમિયાન જીવન જરૂરિયાત જેવી વસ્તુઓ લેવા બહાર નીકળવા સિવાય, લોકોને ભેગા થવા કે ઘરની બહાર ન નીકળવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ આવા સમય પણ કેટલાક રખડવાના શોખીન લોકો બહાર ફરતા હોય છે અને નિયમનું પાલન નથી કરતા જેને પોલીસ કાયદાનો પાઠ ભણાવે છે, ત્યારે રાજ્યના મેટ્રોસીટીમાં એક બોગસ અધિકારી પોલીસની ઝપટે ચઢી જવા પામ્યો છે, વાત એવી છે કે અડાલજ પોલીસને માહિતી મળી હતી કે, 7 દિવસથી એક વ્યક્તિ પોતે ડેપ્યુટી કલેકટર હોવાનું કહી ગાડી લઈને ફરી રહ્યો છે, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીની સૂચનાથી કોરોનાને લઈ પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે પોલીસે એક ગાડી રોકી અને તપાસ કરતા ગાડીમાં બેસેલા શખ્સે પોતે ડેપ્યુટી કલેકટર હોવાનું જણાવ્યું હતું.
આટલે થી ના અટકતા તેને પોલીસને તેણે એક કાર્ડ પણ બતાવ્યું અને જેની ઉપર ભુપતસિંહ ચાવડા લખેલું હતું. પોલીસે કાર્ડ જોઈ અને વધુ તપાસ કરી તો જાણવા મળ્ંોલ કે, આ કાર્ડ તો નકલી છે અને આ વ્યક્તિ ડેપ્યુટી કલેકટર નથી. જે બાદ આગવીઢબે પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ વ્યક્તિનું નામ ભુપત રાવત છે અને જે ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને આયકર વિભાગમાં ખાનગી ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ વ્યક્તિએ ખોટી રીતે આ કાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને તેણે આ કાર્ડ ક્યાંથી બનાવ્યું અને તેની પાછળ હેતુ શું હતો તેની પણ તપાસ શરૂ કરી છે.પરંતુ લોકડાઉન દરમિયાન બોગસ અધિકારી પોલીસના જાપ્તામાં હાલ તો આવી ચુક્યો છે.