Mysamachar,in-અમદાવાદ:
સૌરાષ્ટ્રમાં તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા ગરમીનો પારો ચાલુ સપ્તાહ દરમ્યાન 41 ડીગ્રીએ પહોંચે તેવી સંભાવના દર્શાવ્યા બાદ આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર અને બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે, બે દિવસ સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. જેના કારણે 28 અને 29 એપ્રિલના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની સંભાવના છે. હાલ તો ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના વાયરસના પ્રકોપને ઝેલી રહ્યો છે. જેને લઈને ખેડૂતોને ખુબ પરેશાનીઓ ભોગવવાનો વારો આવ્યો છે. હવે તેમાં પણ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ કહી શકાય