Mysamachar.in-અમદાવાદ:
હાલમાં જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલે છે, અને તે ચર્ચા છે કોરોના વાયરસની, લોકડાઉનની આ તમામ ચર્ચાઓ વચ્ચે ટેમ્પરેચર ગન ઘણી સરકારી કચેરીઓ તો અમુક ખાનગી સ્થળોએ જોવા મળી રહી છે, કોરોના વાયરસના મુખ્ય લક્ષણ સમા ટેમ્પરેચર એટલે કે (તાવ)ને માપવા માટેની ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન વિષે અત્યાર સુધી કોઇ જાણતુ પણ ન હતું અને હવે એકાએક લોક મુખે આ ગન ચર્ચાવવ લાગી છે, ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન ઓપરેશનમાં એકદમ આસાન હોવાથી અને માણસનું શરીરનું તાપમાન ત્વરીત જણાવી દેતી હોવાથી સરકાર દ્વારા તાજેતરમાં ઉદ્યોગોને આપવામાં આવેલી પરમીશનમા આ ગનનો ઉપયોગ કરી અને તમામ કામદારો, કર્મચારીઓનુ ટેમ્પરેચર માપી અને તેનો રેકોર્ડ મેન્ટેન કરવા અંગે તથા કોઇ શંકાસ્પદ જણાય તો તેના અંગે તંત્રને જાણ કરવા માટે પણ તાકીદ કરવામાં આવેલી છે.
જે તે જગ્યાએ ટેમ્પરેચર માપના વ્યક્તિને શંકાસ્પદ લોકો સુધી પહોંચવું ન હોય અને દૂરથી આ વ્યક્તિનું ટેમ્પરેચર માપી શકાય તેના માટે ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન શ્રેષ્ઠ સાધન બનીને સપાટી પર છે. સામાન્ય રીતે આ ગન 89.6 થી 107.6 ફેરનહીટ ટેમ્પરેચર બતાવે છે. નાની બેટરીથી સંચાલિત આ ટેમ્પરેચર ગન ડિજિટલ હોય છે અને તેને સામેવાળી વ્યક્તિના કપાળ પર દૂરથી ટાર્ગેટ કરી રાખવામાં આવે છે અને ગનમાંથી છૂટતા ઇન્ફ્રારેડ કિરણો સામેવાળી વ્યક્તિના શરીરનું તાપમાન મોનિટર પર ડિસ્પ્લે કરે છે.