Mysamachar.in-અમદાવાદ
હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આવશ્યક સિવાયના તમામ કામકાજ હાલમાં બંધ છે, ત્યારે લોકડાઉનમાં વાળ અને દાઢી ક્યાં કરાવવા તે પુરુષો માટે સૌથી મોટો સવાલ છે, એવામાં કિસ્સો સામે આવ્યો છે રાજ્યના મેટ્રોસિટી અમદાવાદમાં જ્યાં વટવામાં આવેલ અંકિત હેર આર્ટ નામની દુકાનના સંચાલક દુકાન ખુલ્લી રાખીને લોકોને ભેગા કરી દુકાનદાર વાળ કાપી રહ્યો છે. આથી તે દુકાન પર પોલીસ પહોચ્રતા જ પોલીસની ગાડી જોઈને ઘણા લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની પાછળ દોડી તેમને પકડી લીધા હતા. આ અંગે દુકાનદાર રમેશ તથા વાળ કપાવવા આવેલા 9 લોકોના વિરુદ્ધમાં પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી છે.
લૉકડાઉનના કારણે પ્રતિબંધ હોવા છતાં પાલડી ચંદ્રનગર ખાતેના એક ફ્લેટમાં રહેતો વેપારી ઘરની બહાર જ ફાફડા બનાવીને વેચાણ કરતો હોય જેના કારણે ફાફડા લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતી હતી. આ અંગે કોઇ જાગૃત નાગરિકે પોલીસને ફરિયાદ કરતા પાલડી પોલીસે દરોડો પાડી વેપારીને ફાફડા બનાવીને વેચતા રંગે હાથે ઝડપી લીધા હતા. વિશાલ શેઠ ઘરની બહાર જ ફાફડા બનાવીને વેચતા હતા, ફરિયાદને આધારે પાલડી પોલીસ સાબર ફ્લેટમાં આવી હતી. પોલીસ જ્યારે આવી ત્યારે પણ વિશાલભાઇ તેમના ફ્લેટની બહાર ફાફડા બનાવી રહ્યા હોવાથી તેઓ રંગેહાથે ઝડપાયા હતા. આ અંગે પાલડી પોલીસે વિશાલ વિરુધ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.