Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે તમાકુ, ગુટખા અને દારૂનો જુગાડ કરી જ લેતા હોય છે. ક્યારેક સ્કૂટરની ડેકીમાં, તો ક્યારેક દુધના કેનમાં થી દારૂ અને ગુટખાની હેરફેર લોકડાઉન સમયમાં પકડાઈ ચુકી છે, ત્યારે વધુ એક વખત બાવળાનાં બ્રાહ્મણવાડી વિસ્તારમાં નજીક એક વ્યકિત પાણીનાં જગ ગુટખા રાખીને વેચાણ કરી રહ્યો છે.જે બાતમીનાં આધારે પોલીસે તે જગ્યાએ પહોંચતાં પોલીસને જોઈ એક વ્યકિત પાણીનો જગ લઇને ભાગવા લાગ્યો હતો જેથી તેને કોર્ડન કરીને પકડી પાડી જગની અંદર તપાસ કરતાં જગમાંથી તાનસેન ગુટકાની તમાકુ સાથેની 100 પડીકી મળી આવી હતી જેથી પોલીસે 400 રૂપીયાની ગુટકાની પડીકીઓ જપ્ત કરીને તેનું વેચાણ કરતાં બાવળાનાં ભવાનપુરામાં રહેતાં સંજયભાઈ રાવળ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યો છે.