Mysamachar.in-અમદાવાદ
હજુ તો ગઈકાલની જ વાત છે કે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદને સંબોધિત કરતી સમયે પોતાના જ પોલીસવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને અપીલના સુરમાં સલાહ આપી હતી અને કહ્યું હતું કે પોલીસકર્મીઓ ફરજ બજાવવામાં મક્કમતા જરૂર રાખો પણ મગજ શાંત રાખીને સંવેદનશીલ બનીને ફરજ બજાવો, દરેક માણસ માટે લોકડાઉનનો સમય મુશ્કેલભર્યો છે, અને લોકોની મદદ કરવાની ભાવનાથી કામ કરવાની ટકોર ને રાજ્યપોલીસવડાએ કર્યાને હજુ તો 24 કલાકનો સમય પૂર્ણ નથી થયો ત્યાં જ અમદાવાદના નિકોલ ઉતમનગર નજીક શાકભાજીની લારી પર પોલીસઅધિકારી એવા તો ગિન્નાયા કે તેણે લારીઓને ઉંધીવાળી દેવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જે પોલીસકર્મીઓ આવા કપરા સમયમાં પોતાની ફરજ સુપેરે નિભાવે છે તેને પણ નીચું જોવાનો વારો આવે તેવું વર્તન આ વાઈરલ વિડીયોમાં પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જો કે મળતી માહિતી પ્રમાણે આવી દબંગાઈ બતાવનાર પી.આઈ.ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.