Mysamachar.in-અમદાવાદ:
કેટલાક લોકોને એવું હોય છે કે ઇન્કમટેક્સ વિભાગને ક્યાં ખબર પડવાની છે, તેવું માનીને ટ્રાન્ઝેક્શન કર્યે જાય છે, પણ ખરેખર ઇન્કમટેક્સ વિભાગને તમામ પાનકાર્ડધારક અને બેંક ખાતાઓ પણ દેખરેખ રહેતી હોય છે, એક સમાચાર એજન્સીના હવાલે થી મળી રહેલ માહિતી પ્રમાણે અમદાવાદમાં જે કરદાતાઓએ બેન્કમાં 50 હજારથી વધારનું ટ્રાન્ઝેકશન કર્યું છે તેમને ઈન્કમટેક્સ વિભાગે એસએમએસ કરીને નોટિસ પાઠવી તમારા પાન નંબર પર હાઇ વેલ્યૂના ટ્રાન્ઝેકશન થયા છે. આ ટ્રાન્ઝેકશન પર તમારે ટેક્સ ભરવાનો થાય છે,જે ઈન્કમટેક્સ પ્રોવિઝનલ પ્રમાણે 15 માર્ચ 2020 પહેલા ભરવાનો રહેશે. શહેરમાં 2 લાખથી વધુ કરદાતાને એસએમએસથી નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે,
કોઇ કરદાતાએ ફિક્સ ડિપોઝિટ, નિવૃત્ત લાભ, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ, નાના-મોટા હાઉસ હોલ્ડ ખર્ચ વગેરે માટે બેન્કમાં જમા કરાવેલી રકમને ધ્યાનમાં લઇને ડિપાર્ટમેન્ટે કરદાતાઓને મેસેજથી નોટિસ અપાઈ રહી છે. કરદાતાએ કરેલા વ્યવહારોને ધ્યાનમાં લઇને 15 માર્ચ પહેલાં એડવાન્સ ભરવા કરદાતાઓને કહેવામાં આવ્યું છે.બેન્ક એકાઉન્ટને પાન કાર્ડ-આધાર કાર્ડ જોડવામાં આવતાં કરદાતા દ્વારા કરાતા વ્યવહારોની જાણ ઈન્કમટેક્સને થઈ જાય છે. આ ઉપરાંત કરદાતાએ કરેલ રહેણાંક મિલકતોની ખરીદી, બેન્કમાં એફડી, કરન્ટ એકાઉન્ટમાં કેસ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ, બોન્ડ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને ધ્યાનમાં લઇને ઇન્કમટેકસે તપાસ શરૂ કરી છે.