Mysamachar.in-અમદાવાદ:
માણસો વચ્ચે જયારે માથાકૂટ બબાલ થાય ત્યારે વિચિત્ર કારણો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના ઈસનપુરમાં બે અલગ અલગ પાલતું કૂતરો અને કૂતરી એકબીજા સાથે મસ્તી કરતા હોવાથી તેના માલિકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. જેમાં બંને પક્ષે મારામારી થતાં પોલીસ ફરિયાદ સુધી વાત માત્ર કુતરાઓને કારણે પહોચી છે, ઈસનપુરમાં રામવાડી ટેકરો વિભાગ-1માં રહેતો રોહિત સોમવારે રાતના સમયે પોતાનો જર્મન શેફર્ડ કૂતરો લઈને આંટો મારવા નીકળ્યા હતા. દરમિયાન તેમની પાડોશમાં રહેતા આકાશ પણ તેની કૂતરીને લઈને આવ્યા હતા. દરમિયાન તેની કૂતરી અને રોહિતનો કુતરો મસ્તી કરવા લાગ્યા હતા. આ જોઈ આકાશ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તું કેમ તારો કૂતરો મારી કૂતરી પાસે લાવ્યો’ તેમ કહી ગાળો બોલી રોહિતને માર મારવા લાગ્યો હતો. આથી આકાશે રોહિતને કહ્યું હતું કે, તમારા કૂતરાને બાંધીને રાખો.જેથી રોહિતે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. અને વાત જોતજોતામાં વધી જતા મામલો પોલીસ મથક સુધી પહોચી જવા પામ્યો હતો