Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથ મોબાઇલની એટલી બોલબાલા વધી છે કે સ્થિતિ એવી સર્જાઇ કે મોબાઇલ વગર એક ઘડી પણ રહેવું શક્ય નથી. બાલકોથી માંડી મોટેરાઓ મોબાઇલની લતે ચડ્યા છે. ત્યારે મોબાઇલ વાપરતા લોકો માટે ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે ચીન સહિત વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઇ છે. એવામાં ઇલેક્ટ્રોનિક્સનું હબ ગણાતા ચીનમાંથી ઇમ્પોર્ટ-એસ્ટપોર્ટ બંધ થવાની કગાર પર છે. જેની સીધી અસર મોબાઇલ માર્કેટ પર વર્તાઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલના સ્પેરપાર્ટથી લઇને નવા મોબાઇલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. પાર્ટ્સ ઇમ્પોર્ટ નહીં થવાને કારણે કિંમત વધી છે. વેપારીઓની તકલીફો પણ વધી છે અને સામે ગ્રાહકો પણ હાલ મોંઘા ભાવે મોબાઈલ પાર્ટસ નંખાવવા મજબૂર બન્યા છે.
મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અગ્રણી વેપારીનું કહેવું છે કે મોબાઈલના ઉત્પાદનના એકપણ યુનિટ અહીં નથી, તમામ પાર્ટ્સ ચાઇનામાંથી મંગાવવામાં આવે છે, છેલ્લા કેટલાક સમયથી સ્ટોક આવ્યો જ નથી. ચાઈનાથી જે પ્રોપર ચેઈન ઈમ્પોર્ટની હતી તે હાલમાં રોકાઈ ગઈ છે. તેથી ઘણાં ભાવ વધ્યાં છે અને ઘણા પાર્ટસ તો હાલમાં ઉપલબ્ધ પણ નથી તેથી ગ્રાહકને અમારે ના પણ પાડવી પડે છે. હજુ પણ આવુ રહેશે તો માર્ચ પછી વધુ તકલીફો ઉભી થશે. હાલમાં કોરોના વાયરસનાં હિસાબે જે સીપમેન્ટ આવવાનું હોય તે રોકાઈ ગયુ છે. જે તે બ્રાન્ડ હોય પછી તે ઓપો, વીવો, સેમસંગ કે એમઆઈ હોય તેનો સ્ટોક સપ્લાય પહેલાની જેમ હાલમાં નથી આવી રહ્યો અને સોર્ટ સપ્લાય ઉભી થઈ છે.
એક ગ્રાહકે જણાવ્યું કે ફોનની એલસીડી તૂટી ગઈ છે. મહીના પહેલા પણ મે આ જ ફોનમાં એલસીડી નખાવી હતી ત્યારે મને 1800માં નાખી આપી હતી પરંતુ અત્યારે આવ્યો છુ તો મને 3 હજાર થશે તેવો એસ્ટીમેટ મળ્યો છે. એટલે મારા દોઢ ગણા રુપિયા વધુ જઈ રહ્યા છે. મે પૂછ્યું કે ભાઈ આટંલુ મોઘુ કેમ તો તેમણે કહ્યુ કે તમામ પાર્ટસ ચાઈનાથી આવે છે અને ત્યાથી કોઈ શીપમેન્ટ નીકળી નથી રહ્યા. કોરોના વાયરસને કારણે અને તેના લીધે મારે હાલમાં વધારે રુપીયા ચૂકવવા પડી રહ્યા છે.