Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં હાલ ઠંડીની સિઝન પૂર્ણ થવાને આરે છે. જો કે, ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે , અને રાતના ઠંડીનો ચમકારો જોવા મળે છે,આમ મિશ્ર જેવી ઋતુ ને કારણે ખેત ઉત્પાદન પર અસરો જોવા મળી રહી છે. રાજ્યમાં બદલી રહેલા વાતાવરણના કારણે હાલ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યો છે, અને ઉનાળો આગણે દસ્તક દઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આવનાર 2 દિવસ 22 અને 23 ફેબ્રુઆરીએ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળેશે. 24 ફેબ્રુઆરીએ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. માર્ચથી આકરા ઉનાળાની શરૂઆત થઇ જશે અને તાપમાનનો પારો માર્ચમાં વધુ ઉંચો જશે તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે.