Mysamachar.in-અમદાવાદ:
જેલમાં રહેલા કેદીઓને અંદર મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓના વપરાશ પ્રતિબંધિત છે, છતાં પણ જેલમાં યેનકેન પ્રકારે મોબાઈલ, તમાકુ, બીડી સિગારેટ સહિતની ચીજવસ્તુઓ ગમે તેમ ઘુસી જતી હોય છે, ત્યારે અમદાવાદની જેલમાં થી પણ પ્રતિબંધિત મોબાઈલ મળી આવ્યા છે, પણ કેદીઓની મોબાઈલ છુપાવવાની તરકીબ પણ જાણવા જેવી છે, સાબરમતી જેલ વિભાગના ઝડતી સ્કોર્ડ મારફતે નવી જેલમાં અલગ અલગ યાર્ડની સરપ્રાઇઝ ઝડતી કરવામાં આવી હતી. જે દરમિયાન નવી જેલના વીરભગતસિંહ યાર્ડ નંબર 1ના બહારના બાથરૂમની મેઇન ગટરની અંદરની પાઇપ લાઇનમાં ત્રણ ફુટ અંદરના ભાગે પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવવામાં આવેલ ત્રણ મોબાઇલ અને એક ચાર્જર મળી આવ્યું હતું. જેને લઇને જેલવિભાગ દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, મોબાઇલ જેલમાં પહોચાડવામાં જેલના કોઇ કર્મચારી કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ મોબાઇલ ફોનનો ઉપયોગ કોણે કોણે કર્યો છે. કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.