Mysamachar.in-અમદાવાદ:
આમ તો કોઈ ને ગેસ્ટહાઉસ હોટેલના રૂમમાં રોકાવવું હોય તો જરૂરી આઈ.ડી.પ્રૂફ નિયમો મુજબ આપવા પડે છે, એવામાં અમદાવાદ શહેરમાં અનેક એવા ગેસ્ટ હાઉસ છે જ્યાં આઈડી પ્રુફ વગર પણ લોકોને એન્ટ્રી પાછલા બારણે થી મળી જાય છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેસ્ટહાઉસનો મેનેજર હુમલાનો ભોગ બન્યો છે, વાત એવી છે કે અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં આવેલી હોટલ સનસરોવરમાં મહેશભાઈ મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમની હોટલમાં યશરાજ નામનો વ્યક્તિ ત્રણેક વાગ્યે આવ્યો હતો. તેને શીતલ નામની યુવતીનું આઈડી પ્રુફ આપી રૂમ લીધો હતો.
આશરે પોણા પાંચેક વાગ્યે રૂમની બહાર આવ્યો ત્યારે મેનેજરે તેની પાસે ભાડું માંગ્યું હતું. પણ યશરાજે ભાડું ના આપવાનું હોય એમ કહી મગજમારી શરુ કરી હતી, અને મેનેજરે જે આઇડીપૃફ રાખ્યા હતા તે પણ આંચકી લઈ ફાડી નાખ્યા હતા. અને પોતાના સાગરીતોને પણ હોટેલ ખાતે બોલાવી અને ત્રણેય શખસો એ મેનેજર સાથે બોલાચાલી કરી મારામારી કરતા મેનેજરે પોલીસ બોલાવી હતી. પોલીસે મેનેજર મહેશભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.