Mysamachar.in-અમદાવાદઃ
માર્કેટમાં 500, 2000, 100, 50, 20, 10 અને 5 રૂપિયાની નવી નોટો તો આવી ગઇ છે. એ વાત અલગ છે કે કેટલાક લોકોએ હજુ પણ આ નવી નોટ જોઇ નથી, ત્યારે હવે માર્કેટમાં ટૂંક સમયમાં જ રૂપિયા એકની નવી નોટ જોવા મળશે. આ અંગે નવાઇની વાત તો એ છે કે આ નવી નોટ રિસર્વ બેંક ઓફ ઇન્ડિયા નહીં પરંતુ મોદી સરકારનું નાણાં મંત્રાલય બહાર પાડશે.સરકારે એક ગેજેટ નોટિફિકેશનમાં 1 રુપિયાની નવી કરન્સી નોટ જારી કરવા વિશે જાણકારી આપી છે.
કેવી હશે રૂપિયા એકની નોટ ?
નવી નોટમાં ‘ભારત સરકાર’ લખેલું હશે. જે 'Government of India'ઠીક ઉપર લખેલું હશે. આ નોટ પર વિત્ત સચિવ અતનુ ચક્રવર્તીના સિગ્નેચર હશે. તેમના આ સિગ્નેચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં હશે. એક રુપિયા 2020 સિરીઝના રુપિયાના સિક્કાના રેપ્લિકા પણ છપાયેલ હશે. જેના પર ‘સત્યમેવ જયતે’ લખલું હશે. સાથે નંબરિંગ પેનલ પર ‘L’પણ લખેલો હશે. રુપિયાના સિમ્બોલની સાથે અનાજની ડિઝાઇન પણ બનેલી હશે. જે દેશમાં કૃષિને દર્શાવશે. સાથે નોટ પર 'Sagar Samrat'નું ચિત્ર પણ હશે, જે દેશની ઓઇલ એક્સપ્લોરેશનને દર્શાવશે. આ નોટનો રંગ મુખ્ય રીતે ગુલાબી અને લીલો હશે. જોકે તેની ઉપક કેટલાક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાશે. એક રુપિયાની નોટની સાઇઝ 9.7 x 6.3 સેમી હશે. 1 રુપિયાની નવી નોટ પર મલ્ટી ટોન પર અશોક પિલરનો વોટરમાર્ક છે. જમણી તરફ ઉપરથી નીચે તરફ ભારત લખેલું હશે.