Mysamachar.in-અમદાવાદઃ
દારૂથી લઇને ડ્રગ્સ સુધી તમામ પ્રકારે રાજ્યના યુવાનોને બરબાદ કરવાના અનેક ષડયંત્રો ચાલી રહ્યાં છે, જો કે પોલીસની સક્રિયતાને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ પકડાઇ રહ્યો છે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં અધધ રૂપિયા 1500 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. આ મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને મોટી સફળતા મળી છે. આ 1500 કરોડના ડ્રગ્સકાંડનો મુખ્ય સૂત્રધાર મુનાફ હલારી મુસાને દબોચી લેવાયો છે. મુનાફ મુસા પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડાયો છે, કહેવામાં આવી રહ્યું છે કે મુનાફ મુસા ડ્રગ્સ રેકેટનો માફિયા છે. એટલું જ નહીં 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં પણ તે આરોપી છે. મુનાફ મુસા પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.