Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની રૂપાણી સરકાર માટે હેલ્મેટનો મુદ્દો એક શરમની વાત બની ગયો છે. કારણ કે વાહનવય્હ્વાર મંત્રીએ મોટાઉપાડે મીડિયા સમક્ષ આવી ને સંવેદનશીલ સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે શહેરી અને નગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાત કરી દીધી હતી, પણ જેવો જ આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં સરકારને પગેથી પાણી ઉતરી આવ્યું હતું, અને યુ ટર્ન લઈ લેવાની ફરજ પડી હતી,આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે. આ મામલે હાઈકોર્ટે 3 દિવસ પહેલાં જ સરકારને નોટિસ પાઠવી હતી.તે સમયે સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત જ છે, અને પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. જ્યારે આજે સરકારે આ મામલે હાઈકોર્ટમાં પોતાનું સોંગદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે. મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી.સરકારના આ સોગંદનામાં બાદ રાજ્યમાં હવે હેલ્મેટની અમલવારી ફરી શરુ થશે તે વાત નિશ્ચિત મનાઈ રહી છે.