Mysamachar.in-અમદાવાદઃ
ગુરુ શિષ્યનો સંબંધ સમાજમાં પવિત્ર માનવામાં આવે છે, પરંતુ ગુરુનું માસ્ક પહેરી એક હવસનો પુજારી શિક્ષા નહીં પરંતુ હવસની પુજા કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બાવળામાં ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે સગીરાને ગણિતના દાખલા શિખવાડવા બોલાવ્યા બાદ માસુમ સાથે દુષ્કર્મ આચર્યું. ફરિયાદમાં સગીરાએ જણાવ્યું કે શિક્ષકે તારીખ 19/12/19નાં રોજ ટ્યુશનમાં ગઈ ત્યારે મને ઘરમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને સ્કુલમાં પણ મને અવાર-નવાર લાઇબ્રેરીમાં બોલાવતો હતો. એક દિવસ શિક્ષકે સગીરાને ગણિતના દાખલા શિખવાડવાના બહાને ઘરે બોલાવી ઘરનાં દરવાજા અંદરથી બંધ કરી પલંગ પર સૂવડાવી કીસ કરીને શરીરે અડપલા કરવાનું શરૂ કર્યું, જો કે આ દરમિયાન દરવાજો ખખડાવવાનો અવાજ આવતાં જ શિક્ષક પાછલા દરવાજેથી ભાગી ગયો. પુત્રીની આ વિગતો જાણતાં જ સગીરાના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. બાદમાં સગીરાના પિતાએ 27 તારીખની સાંજે બાવળા પોલીસ સ્ટેશનમાં જઇને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી શિક્ષકને પકડી જેલનાં સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.