Mysamachar.in-અમદાવાદઃ
આજના યુગમાં દુષ્કર્મની ઘટના સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો છે, કેટલાક નરાધમો દ્વારા મહિલાઓને ફસાવી બ્લેકમેલ કરવાની ઘટના ઉત્તરોતર વધી રહી છે. આવી જ એક ઘટના મેટ્રો શહેર અમદાવાદમાં સામે આવી છે, અહીં એક મહિલાએ દુષ્કર્મ બાદ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ત્રણ શખ્સો વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે, ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે એક શખ્સે કેફી પીણું પીવડાવી તેના નગ્ન ફોટો પાડી લીધા હતા, બાદમાં આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું, બિભત્સ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા એક લાખની માગણી કરવામાં આવી, જો કે મહિલાએ પૈસા આપવાની મનાઇ કરી તો શખ્સે તેના અન્ય બે સાગરિતોની મદદથી મહિલાને ધમકી આપવામાં આવી. આ અંગે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, તો બીજી બાજુ શહેરમાં રહેતી મહિલાઓને આવા નરાધમોના ચંગુલમાંથી છોડાવી પોલીસ યોગ્ય દાખલો બેસાડે તેવી માગ ઉઠી છે.