Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં દિવસે ને દિવસે ઓનલાઈન ચીજવસ્તુઓ મંગાવવાનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે, પણ આવી ચીજવસ્તુઓ આવ્યા બાદ અનેક વખત લોકો છેતરપીંડીનો ભોગ વિવિધ કંપનીઓના માધ્યમથી બની રહ્યાનું સામે આવી ચુક્યું છે, ત્યારે અમદાવાદનો એક વિડીયો વાઈરલ થયો છે,જેના માધ્યમથી આવો વધુ એક કિસ્સો ધ્યાને આવ્યો છે… અમદાવાદના નારોલ વિસ્તારમાં એક મહિલાએ ઓનલાઈનસાઈટ ફ્લિપકાર્ટમાં થી દેશી ઘીનો ડબ્બો પોતાના ઘરે મંગાવ્યો હતો. ઓનલાઈન ઓર્ડર 8મી જાન્યુઆરીએ કરાયા બાદ ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય આ ઓર્ડરનુ પાર્સલ લઈને યુવતીના ઘરે પહોચ્યો હતો.. પાર્સલ ખોલતા દેશી ઘી ના ડબ્બાની જગ્યાએ ઈંટ નીકળતા જ યુવતીએ આ અંગેનો વિડીયો પોતાના મોબાઈલમાં બનાવી અને પોલીસને આ અંગે જાણ કરી હતી…હાલ આ વિડીયો વાઈરલ થઇ રહ્યો છે પણ તેમાં સત્ય શું તે પોલીસની તપાસ બાદ જ સામે આવશે.