Mysamachar.in-અમદાવાદઃ
અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં આવેલી નબળાઇને કારણે સોનાની કિંમતમાં ફરી તેજી જોવા મળી છે. દિલ્હી સર્રાફા બજારમાં શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમતમાં 109 રૂપિયાનો વધારો આવ્યો છે. તો ચાંદીની કિંમતમાં પણ 338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો નોંધાયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકામાં વધી રહેલી રાજનૈતિક ચિંતાઓને કારણે દુનિયાભરમાં રોકાણકારોએ ફરીથી સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનું ખરીદવાનું શરૂ કરી દીધું છે. સપ્તાહના અંતિમ કાર્યકારી દિવસ એટલે કે શુક્રવારે 99.9 ટકાવાળા 24 કેરેટ સોનાની કિંમત 38,894 પર પહોંચી છે, તો ચાંદીમાં પણ વધારો નોંધાતા હાલ પ્રતિકિલોની કિંમત 45,768 રૂપિયા પર પહોંચી ગઇ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકામાં વધી રહેલી રાજનૈતિક ચિંતાઓને કારણે સોનાની કિંમતમાં વધારો આવ્યો છે. કારણ કે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ફરીથી સોનાની ડિમાન્ડ વધી ગઇ છે. બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર અને નવી ડીલની અસર ધાતુઓની કિંમત અને બજાર પર વર્તાઇ રહી છે.