Mysamachar.in-અમદાવાદઃ
વર્ષના અંતે ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અંગે થનારી ડીલ 2020 સુધી લંબાઇ છે, જેની સીધી અસર ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદી પર વર્તાઇ છે. દિલ્હી સર્રાફા બજારમાં બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવામાં રૂપિયા 332 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો ચાંદીમાં રૂપિયા 676 રૂપિયા પ્રતિ કિલો વધ્યો છે. હાલ દિલ્હીમાં 99.9 કેરેટ સોનાની કિંમત 38,967 પ્રતિ 10 ગ્રામ વધીને 39,299 રૂપિયા થઇ ગયો છે. તો એક કિલો ચાંદીમાં 45,996 રૂપિયાથી વધીને 46,672 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવામાં ભારે ઉથલ પાથલ જોવા મળી. તો બીજી બાજુ રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, જેના કારણે જ્વેલર્સ બજારમાં આશા સેવાઇ રહી હતી કે સોના-ચાંદીની માગ વધશે પરંતુ માગ ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.