Mysamachar.in-અમદાવાદ:
પ્રદૂષણ…પ્રદુષણ પ્રદુષણ …..આ શબ્દ હવે માત્ર સંભળાતો જ નથી લોકોની તંદુરસ્તી પણ ખોરવી નાંખે છે, રોગચાળો ફેલાવે છે સમગ્ર પણે પર્યાવરણીય સંતુલન ખોરવે છે અને કુદરતી સંપદા ને ધુળધાણી કરે છે, ત્યારે આપણો દેશ પ્રદુષણમા મોખરે છે તે ખુબ ચિંતાની બાબત છે આ બાબત એ હવે સરકારો જાગૃત થાય તો પણ ઘણુ મોડુ થઇ ગયુ છે, સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે. તો બીજી બાજુ વૃક્ષોનું આડેધડ છેદન કરીને ઔધોગિકરણ અને શહેરીકરણનો વિકાસ કરવાની પ્રવૃતિ પણ ફુલી-ફાલી છે.
હાલમાં વિશ્વનો જે દરે ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તે આત્મઘાતક છે. તે નિર્વિવાદ બાબત છે. આ વિકાસથી માનવજાત જ ખતમ થઈ જાય તો તે વિકાસ શા કામનો અને શા માટે ? આ વિકાસથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે. ભારત પણ વિશ્વના પ્રથમ પ્રદુષણ ફેલાવતા ૧૦ દેશોમાં ચોથું સ્થાન ધરાવે છે., દરેક વ્યક્તિ સમજી શકે છે કે પ્રથમ નંબરે ઔધોગિક પ્રદુષણ છે, બાદમા વાહનથી ત્યારબાદ જુદા જુદા વેસ્ટ તેમજ કુદરતી સંપદા એવા વૃક્ષો નદી વન પર્વતો ખનીજોના નિકંદન સહિતના કારણો છે જે સરકારો નિયંત્રીત કરી શકતી નથી