Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા એક મહિનાથી પડી રહેલા વરસાદ રોકાવાનું જાણે કે નામજ ન લેતો હોય તેમ ભારે પવન સાથે ઝાપટાં પડી રહ્યાં છે, પરંતુ ખેડૂતો જેની રાહ જોઈ રહ્યાં હતા તે ચોમાસુ હવે ટૂંક સમયમાં જ વિદાય લેશે. હવામાન વિભાગે ગુરુવારે ચોમાસાની વિદાયને લઈને પૂર્વ અનુમાન જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાંથી 10 ઓકટોબરે વિધિવત રીતે વિદાય લેશે. સામાન્ય રીતે ચોમાસું એક સપ્ટેમ્બર સુધીમાં વિદાય લેતું હોય છે. પરંતુ આ વખતે મોંડું શરૂ થયેલું ચોમાસું વિદાય પણ મોડી લેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું 40 દિવસ મોંડું વિદાય લેશે. હજુ પણ ગુજરાત સહિત દેશ માં અનેક રાજયમાં ભરેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પૂરમાં ગરકાવ છે. તો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો સહિત સામાન્ય લોકો હવે વરસાદ વિદાય લે તેવું ઇચ્છી રહ્યાં છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહ્યું છે સરેરાશ દેશમાં 110% વરસાદ નોંધાયો છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે રાજયમાં મોસમનો કુલ વરસાદ 141% નોંધાયો છે. જે ગત વર્ષ કરતાં 41% વધારે છે.