Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને દ્વારકા સહિત સમગ્ર ગુજરાત અને પશ્ર્મિભ ભારતના લગભગ તમામ વિસ્તારોને વરસાદે ધમરોળી જ નહિ ધોઇ નાંખ્યા છે, અને બે દિવસથી વરસાદમા રાહત છે જોકે ઉતર અને મધ્ય ગુજરાતમા આજે મંગળવારે પણ વરસાદ છે, અન્યત્ર વિરામ છે, ત્યારે હવામાન વિભાગોના અમદાવાદ ગાંધીનગર પુના દિલ્હીના જુદા-જુદા અભિપ્રાયોના તારણ કરીએ તો હાલ જે વરસાદ જે દરિયાઈ પ્રેસર હેઠળ પડ્યો તે પ્રેસર રાજસ્થાન તરફ જાય એટલે કે સરકે તો ગુજરાતમા હજુ વરસાદ પડી શકે છે,
બીજી તરફ અતિ ભારે વરસાદ બાદની હાલની ગરમી તાપ ઉકળાટ અનેક આકાશની હલચલ વરસાદ ના સુચક છે, જામનગર સહિત રાજ્યભરમા અમુક સંસ્થાઓએ વરસાદની સંભાવનાના પગલે ૨ જી ઓક્ટોબર બુધવાર ગાંધી જયંતિના મોટા કર્યક્રમો રદ કર્યાનુ સુત્રો જણાવે છે, દરમ્યાન હજુ મોડિરાત સુધી પ્રેસર ગતિવિધી બાદ સ્પષ્ટ ચિત્ર ઉપસે તેમ હોય હાલ તુરંત સતાવાર જાહેરાતને થોડીવાર છે, દરમ્યાન જ્યોતિષ શાસ્રની દ્રષ્ટિએ નવરાત્રી દરમ્યાન મા આદ્યશક્તિનુ વાહન હાથી હોય પશ્ર્ચિમ સહિત ભારતમા છુટા છવાયા વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદની પુરેપુરી શક્યતા નકારી શકાતી નથી