Mysamachar.in-અમદાવાદ:
હાલનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે,ખાસ કરીને યુવાઓ વિવિધ સોશ્યલ પ્લેટફોર્મ થકી એકબીજાના સંપર્કોમા આવતા હોય છે,ત્યારે જે લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે,તે આવતી તમામ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં પહેલા વિચાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે,અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે એક એવી ગેંગ નાઝીરીયન ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ફેસબુકમાં દેખાવડી મહિલાની ફેક આઈ.ડી બનાવીને ભારતીય લોકોને ફ્રેંન્ડશીપની રિકવેસ્ટ મોકલી તેની સાથે મીઠી મીઠી વાતો કરી મિત્રતા કેળવીને છેતરપીંડી આચરતી હોવાનો પર્દાફાશ થયો છે,
આ ગેંગ ચોક્કસ ગોઠવણથી વિવિધ બહાનાઓ હેઠળ પૈસા મેળવવા છેતરપિંડી આચરતી આ ગેંગની એક મહિલા સહીત ત્રણ નાઇઝીરીયનની દિલ્લીથી ધરપકડ કરી છે. આ ગેંગ અમદાવાદના એક વેપારી પાસેથી આ પ્રકારે 3 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું ખુલ્યું છે,આ ગેંગમાં કોઈ ભારતીય સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.