mysamachar.in-અમદાવાદ
ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતનાં વિવિધ કલાકારોનાં સહયોગથી જુદી-જુદી ૫ એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોન્ચીંગ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં ૧.૪૬ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.દેશભરમાં દરરોજ ૯૮ લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાથી,૭૯ લોકોનાં મૃત્યુ સીટબેલ્ટ ન લાગવાવાથી, ૯ લોકોના મૃત્યુ ફોન પર વાત કરતા ડ્રાઈવિંગ કરવાથી અને ૨૭૦ લોકોના મૃત્યુ ઓવરસ્પીડીંગ કરવાથી થયેલ છે.સરકારનાં પ્રયત્નોથી માર્ગ અકસ્માત મૃત્યુ ધટયા છે પરંતુ હજુ પણ આ આંકડો ખુબ મોટો છે.વર્ષ ૨૦૨૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવા કેન્દ્ર સરકાર દ્વારા જનજાગૃત અભિયાન ઉપાડવમ આવ્યું છે,
આ કાર્યક્રમમાં માર્ગ સલામતી માટે કાર્ય કરતા રાજયભરનાં સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનીધિઓ, સમાજસેવકો, રિક્ષા-બસ-ટેક્ષી-ટ્રક-ડ્રાઇવીંગ સ્કુલના એસોસીએશનના પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને ભારત સરકારનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમને પણ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ‘માર્ગ સલામતી’ જાગૃતિને રોજીંદા જીવનનો ભાગ બનાવી આ અભિયાન સાથે જોડાવા આહવાન કર્યુ હતુ.