mysamachar.in-અમદાવાદ:
ગુજરાતના બહુચર્ચિત નરોડા પાટિયા રમખાણ કેસમાં વર્ષ ૨૦૧૨માં એસઆઈટી ની વિશેષ અદાલત દ્વારા આ ત્રણેય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા..તે કેસમાં આજે હાઈકોર્ટની ડિવીજન બેન્ચ એ ત્રણયે આરોપીઓને દસ દસ વર્ષની સજા ફટકારતા આ નરોડા પાટિયા કેસ ફરી એક વખત ચર્ચાના કેન્દ્ર્માં આવ્યો છે..
આજે ગુજરાત હાઈકોર્ટે નરોડા પાટિયા નરસંહારમા નિવેદનો,એફએસએલ સહિતના રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો ને ધ્યાને લઈને અને કોર્ટે ત્રણેય આરોપીઓ ઉમેશ ભરવાડ,રાજકુમારચોપાલ અને પર્મેન્દ્ર જાદવ ને દસ દસ વર્ષની સજા સંભાળવી છે..નરોડા પાટિયા કેસમાં જે તે સમયે ૯૬ જેટલા લોકોના ના મોત નીપજ્યા હતા..જયારે ૩૩ જેટલા લોકો ઘાયલ થયા હતા..અને આ કેસમાં રાજ્યના પૂર્વમંત્રી માયાકોડનાની ની પણ સંડોવણી હતી..જો કે તેને તાજતેર માં કોર્ટે એ નિર્દોષ જાહેર કર્યા હતા..