Mysamachar.in-મોરબી
મોરબીનાં રવાપર રોડ પર આવેલ શક્તિપ્લોટ-પ માં સેલ પેટ્રોલ પમ્પની સામે સંજય વોરાનું મકાન આવેલું છે. ત્યારે તેઓ સાત-આઠમના તહેવારોમાં બહાર પરિવાર સાથે ફરવા ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું અને 18 જોડી કપડાં સહિત રૂ.2,15,500 નાં માલમતાની ચોરી કરી હતી.અજાણ્યા તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યું હતુ અને ઘરમાં હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ પહેલા મકાનના તાળા તોડી રૂમ તથા બેડરૂમ પ્રવેશ કર્યો હતો.
જે બાદ આખું ઘર વેર વિખેર કરી ફરિયાદીના રૂમમાં રહેલ કબાટના તાળા તોડી ડ્રોવરમાં રાખેલ રોકડા 55,000 તથા 1 જોડી સોનાની બુટ્ટી કે જેની કિંમત 30,000 ની તે ઉપાડી લઇ તેમજ પત્નીના કબાટનું લોક તોડી તેમાં રાખેલ દિકરા-દિકરીના બચતના રૂપિયા 22,000 તેમજ બેડમાં તથા ડ્રોવરમાં રાખેલ રોકડા રૂપિયા 1,08,000 ની ઉઠાંતરી કરી હતી. તેમજ મમ્મી તથા પત્નીના 18 જોડી ડ્રેસ મળી રૂપિયા 1,85,000 તેમજ કુલ રૂપિયા 2,15,500 ની માલમતાની ચાર ચોરોએ ઉઠાંતરી કરી હતી. ત્યારે પરિવાર રાત્રે ઘરે આવ્યો ત્યારે તેમને ઘરે ચોરી થયાનું માલુમ પડતા તાત્કાલિક મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે તપાસ આદરી છે.