mysamachar.in-મોરબી:
મોરબી જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના ગેરરીતિ પ્રકરણમાં ગુજરાત વિધાન સભામાં પ્રશ્ન નહીં ઉઠાવવા માટે ધ્રાગધ્રા-હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ ૩૫ લાખ માંગ્યાના કેસમાં રવિવાર આખોય દિવસ પૂછપરછ ચાલ્યા બાદ મોડી સાજે કોંગ્રેસના ધારાસભ્યની અને તેના અંગત મનાતા વકીલ ભરત ગણેશિયાની મોરબી પોલીસે ધરપકડ કરતાં મોરબી તથા રાજ્યના રાજકીય વાતાવરણ મા ભૂકંપ સર્જાયો છે
આ મામલે મોરબીના કોંગ્રેસ ધારાસભ્યો અને આગેવાનો મોરબી એ ડિવિજન પોલીસ મંથકે દોડી જઈ આક્ષેપોનો મારો ચલાવીને ભારે હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ધરપકડના પગલે આજે મોરબીના કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની આગેવાની હેઠળ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા તેમજ કોંગ્રેસ આગેવાનો મોરબી એ ડિવિજન પોલીસ મંથકે ખાતે ધરણા સહિતના વિરોધના કાર્યકમો કરીને દેકારો બોલાવતા મોરબી જિલ્લામાં રાજકીય ગતિવીધીઓ તેજ બની જવા પામી છે,..
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં મોરબી તાલુકા, વાંકાનેર, હળવદ, ટંકારા, અને માળીયા તાલુકામાં નાની સિંચાઇ યોજના અંતર્ગત તળાવ, ચેકડેમ ઉંડા ઉતારવા સહિતના ૩૩૪ કામો માટે સરકારે ૨૦.૩૧ કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો દરમ્યાન મોરબી જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના કામોમાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠતાં ૨૭ સપ્ટેમ્બર રોજ તપાસના અંતે કાર્યપાલક ઈંજનેર સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી..
એવામાં ભારે ગાજી રહેલા આ મામલામાં વિધાનસભામાં પ્રશ્ન નહીં ઉઠાવવા માટે ધ્રાગધ્રા-હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ તેના અંગત માનવામાં આવતા વકીલ ભરત ગણેશિયા મારફત ૪૦ લાખની માંગ કરી હતી અને ૩૫ લાખમાં આ સોદો નક્કી થયો હતો અને ધારાસભ્ય અને તેના મળતિયાએ મોરબી જિલ્લાની વિવિધ મંડળીઓના હોદેદારો પાસેથી કટકે કટકે ૧૦ લાખ પડાવી પણ લીધા હતા.. બાકીના ૨૫ લાખ રૂપિયાનો સિક્યુરિટીપેટે ચેક પણ હાથવગો કરી લીધો હતો,
મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનામાં થયેલ ગેરરીતિ બાદ ધ્રાગધ્રા-હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની કથિત વહીવટની ઓડિયો કલીપ પણ મોરબી જિલ્લામાં મોટાપાયે વાઈરલ થઈ હતી,અને ભારે ધૂમ મચાવી હતી, તે કથિતઓડિયોક્લીપની માય સમાચાર પુષ્ટી કરતું નથી,પણ જે ક્લીપ મોરબીમાં આ મામલા ને લઈને વાઈરલ થઇ રહે તેમાં શું સંવાદ છે તે સાંભળવા ઉપર ક્લીક કરો..