Mysamachar.in-ગાંધીનગર:
રોજ બરોજ કોઈ ને કોઈ વિભાગના કર્મચારી કે અધિકારી લાંચ લેતા ઝડપાઈ જતા હોવાનું સામે આવતું રહે છે પણ જેના મો માંથી મધલાળ ટપકે છે તે કોઈપણ ભોગે લાંચ લે છે કેટલાક કિસ્સાઓમાં ફરિયાદીઓ પોતાની મજબુરીને વશ થઈને ફરિયાદ કરવા આગળ નથી આવતા તો કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોચે છે અને આવા લાન્ચિયાઓ સકંજામાં આવી જાય છે, ચાલુ વર્ષ 2023 દરમિયાન રાજ્યભરમાં એસીબીએ કરેલ કેસોનો આંકડો જાહેર કર્યો છે.
વર્ષ 2023માં એસીબીએ 199 ફરિયાદ નોંધીને 276 લાંચીયાઓની ધરપકડ કરીને 1,15,69,690 રૂપિયા કબ્જે કર્યા છે. ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ચાલુ વર્ષમાં 20/12/23 સુધીમાં 199 લાંચની ફરિયાદ નોંધી છે. જેમાં 276 લાંચીયા સરકારી બાબુઓની ધરપકડ કરી છે અને 1,15,69,690 લાંચ રૂપિયા કબજે કર્યા છે. ઝડપાયેલ 276 આરોપીઓમાં આખા ગુજરાતમાંથી એસીબીના હાથે વર્ગ-1 ના માત્ર ને માત્ર 7 અધિકારીઓની ધરપકડ કરી છે.
વર્ગ 2 ના 28 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો વર્ગ 3 ના 130 સરકારી કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ગ 4ના માત્ર 7 સરકારી કર્મીની ધરપકડ કરવા માં આવી છે ત્યારે સરકારી બાબુ ના વચેટિયા એટલે કે ખાનગી વ્યક્તિઓ 104 પકડાયા છે એસીબીના હાથે ત્યારે ખાનગી વ્યક્તિઓ સૌથી વધુ પકડવા નો ખુલાસો આંકડાકીય માહિતીમાં થયો છે આ વર્ષ દરમિયાન ગૃહ વિભાગની અલગ અલગ સરકારી સંસ્થામાં 66 લાંચની ફરિયાદ નોંધી છે. જેમાં 94 લાંચિયા લાંચ લેતા ઝડપાયા છે અને 38,07,100 રૂપિયાની લાંચની રકમ પકડી પાડવામાં આવી છે.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગમાં 35 ફરિયાદ નોંધી 46 લાંચિયાની ધરપકડ કરવામાં આવી અને 1498520 ની લાંચ ની રકમ કબજે કરવામાં આવી છે. મહેસુલ વિભાગમાં 25 ફરિયાદ નોંધવામાં આવી છે 32 લાંચિયાની ધરપકડ કરી છે અને 1570900 ની લાંચની રકમ કબ્જે કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં માત્ર વર્ષ દરમિયાન 2 ફરિયાદ નોંધવામાં આવી છે અને 3ની ધરપકડ કરવા માં આવી છે અને માત્ર 15000 ની રકમ જ કબ્જે કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં 8 ફરિયાદ નોંધી, જેમાં 9 લોકોની ધરપકડ કરી અને 215400ની લંચ ની રકમ કબજે કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ 20 ફરિયાદ નોંધી 27 લાંચિયા પકડયા અને 952000 ની લાંચની રકમ કબજે કરી છે.