Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર થયું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં રવિ કૃષિ પાક વાવેતરની માહિતી આપતાં કહ્યું છે કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે અને જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જીરાનું બમણું વાવેતર કર્યું છે. આ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 2.60 લાખ હેક્ટર જેટલું હતું. આ ઉપરાંત કઠોળ પાકમાં ચણાનું 5.64 લાખ હેકટર અને તેલીબીયા પાકમાં રાઈનું 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલ વધુ માહિતી આપતા કહ્યું કે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું એટલે કે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.