Mysamachar.in-ગાંધીનગર:
રાજય સરકારે લોકસભા ચૂંટણીઓ પહેલાં વધુ એક વખત બદલીઓના હુકમો જારી કર્યા છે જેમાં GAS કેડરના કુલ 69 અધિકારીઓની બદલીઓના હુકમો થયા છે. આ હુકમોમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ઘણાં બધાં અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જામનગર શહેર પ્રાંત અધિકારી દર્શન ડી. શાહની બદલી સુરત જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે થઇ છે. દ્વારકાના નાયબ DDO ભવ્યકુમાર નિનામાની બદલી દાહોદ જિલ્લામાં લીમખેડા પ્રાંત અધિકારી તરીકે થઇ છે.
જામનગર DSO નિલાક્ષ મકવાણાની બદલી આણંદ ખાતે નાયબ કલેક્ટર તરીકે થઇ છે.આ ઉપરાંત દ્વારકાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગરની બદલી માંડલ ખાતે નાયબ કલેક્ટર તરીકે થઇ છે. ખંભાળિયા પ્રાંત અધિકારી પાર્થ કોટડિયાને ગાંધીનગરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.
દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાની બદલી સુરતના ઓલપાડ ખાતે પ્રાંત અધિકારી તરીકે, જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશીલ પરમારની બદલી મોરબી પ્રાંત અધિકારી તરીકે, વડોદરાના નાયબ કલેક્ટર ડો. ભાર્ગવ ડાંગરની બદલી દ્વારકા નાયબ કલેક્ટર તરીકે અને રાજકોટ DSO અવનિ હરણને જામનગર DSO તરીકે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત જેઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેઓમાં ટંકારા TDO એચ.ડી.જાડેજાને જામનગર જિલ્લા પંચાયતમાં નાયબ DDO તરીકે, રાજકોટ TDO એન.એમ.તરખાલાને દ્વારકામાં નાયબ DDO તરીકે, ખેડા TDO વી.કે.ગઢવીને જામનગરમાં નાયબ DDO તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.