Mysamachar.in:ગાંધીનગર
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બાવીસમી બેઠક યોજાઈ. મુખ્યમંત્રીએ રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની આ 22મી બેઠકમાં રાજ્યના ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભ્યારણ્ય સહિતના અભ્યારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને પહોળા કરવા કે મરામત કરવી તેમજ 66 KV સબ સ્ટેશન અને વીજ લાઈન તેમજ IOCની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈઓ ધ્યાને રાખીને મંજૂર કરવામાં આવી હતી.
વનમંત્રી મુળૂભાઇ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી કેટલીક નવી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી. અભ્યારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને મરમત કરવા અપાઈ મંજૂરી તો ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી કેટલીક નવી દરખાસ્તો રજૂ કરવામાં આવી તો પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતો જયારે રાજ્યમાં વન્ય પ્રાણીઓની વસ્તીમાં થયેલ વૃદ્ધિની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.