Mysamachar.in:ગાંધીનગર
હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં ઈમ્પેકટ ફી ભરીને ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા માટેની પ્રોસેસ ચાલી રહી છે. આ પ્રોસેસને સરળ અને વ્યાપક તથા ઝડપી બનાવવા મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ-2022 અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, એવું મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.