Mysamachar.in-ગાંધીનગર:
ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનુ નિવેદન સામે આવ્યું છે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે આજે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે. આ સાથે દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા. કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા અને તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના અપાઈ છે. આ સાથે દિલ્લીથી જે સૂચના મળશે તેનુ ચૂસ્તપણે પાલન કરાશે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરી હતી.