Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની નવી પંદરમી વિધાનસભા રચાઈ ગઈ છે. આગામી 19-20 ડિસેમ્બરે બે દિવસ માટે વિધાનસભાનું શિયાળુ સત્ર બોલાવવામાં આવશે. 19 મી ડિસેમ્બરે વિધાનસભામાં પ્રોટેમ એટલે કે, કાર્યકારી અધ્યક્ષની વરણી થશે. તમામ ધારાસભ્યો ગૃહમાં ધારાસભ્યપદનાં શપથ લેશે. રાજ્યપાલ વિધાનસભાને સંબોધન કરશે. સત્રના બીજા અને અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજવામાં આવશે. નવી વિધાનસભાનાં આ પ્રથમ શિયાળુ સત્રમાં કોઈ કામ થશે કે કેમ ? તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે, વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી સાથે બે દિવસનાં આ પ્રથમ સત્રની સમાપ્તિની ઘોષણા કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભાનાં તે પછીનાં સત્રની તારીખો જાહેર થઈ શકે છે.