Mysamachar.in-ગાંધીનગર:
આજે રાજ્યની કેબીનેટ બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કેટલાય નિર્ણયો કરવામાં આવ્યા છે, જે નિર્ણયોની જાહેરાત કરતા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં દીવ્યાંગો જે એસ.ટી બસના પાસ ધરાવે છે તેના માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યના દિવ્યાંગ લોકો GSRTCની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે. આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે એસ.ટી બસનો બસ પાસ ધરાવે છે તે, બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે. મહત્વનું છે કે, આ નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશે. GSRTC દ્વારા હાલ રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે. આ યોજના સાથે અંદાજિત રૂ. 2.5 કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે.