Mysamachar.in-ગાંધીનગર:
હાલ રાજ્યની વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે સત્ર દરમિયાન પ્રશ્નોતરીમાં કેટલાક એવા જવાબો સામે આવે છે જે ચોકાવનારા હોય છે, કોંગ્રેસના ધારાસભ્યોના સવાલનો લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે,રાજ્યમાં રોજ 9 બાળકો ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળકો ગુમ થયાં, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં. જે પૈકી 9085 બાળકો પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકોનો આજદિન સુધી કોઈ ભાળ મળી નથી, જે જવાબ સરકારે આપ્યો તેમાં કહ્યું કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે.
સરકારનું કહેવું છે કે, બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે.મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે. આમ તંત્ર દ્વારા ગુમ થયેલા બાળકો પરત મળી આવે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતાં હોવાનું કહેવાય છે.મોટા ભાગના કિસ્સામાં બાળકો પરત મળી આવતાં હોય છે.