Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં ગુન્હાખોરી રોકવા અથવા તો ગુન્હો બન્યા બાદ તેના આરોપીઓ સુધી ઝડપભેર પહોચી શકાય તે માટે કેટલાય ગુન્હાઓમાં સીસીટીવી મહત્વની કડી સાબિત થયા છે અને થતા રહે છે, ત્યારે હવે રાજ્ય સરકાર સીસીટીવીને લઈને વિધાનસભા ગૃહમાં વધુ એક બીલ આ સત્રના અંતિમ દિવસોમાં લાવવા જઈ રહી છે,. ગુજરાત પબ્લિક પ્લેસિસ સેફ્ટી એન્ડ એન્ફોર્સમેન્ટ બિલ 2022 અમલી કરાશે. આગામી 30 અથવા 31મી માર્ચેના રોજ વિધાનસભા સત્રમાં ગૃહ વિભાગ દ્વારા આ બિલ લાવવામાં આવશે. જેમાં જાહેર સ્થળો પર જ્યાં 200 કરતા પણ વધુ લોકોની અવરજવર હશે તેવા જાહેર સ્થળોના CCTVનું એક્સેસ પોલીસને આપવાની જોગવાઇ આ બીલમાં હશે…
વધુમાં મોલ, થિયેટર, કોમર્શિયલ કોમ્પલેક્સ સહિતના જાહેરસ્થળો પર લાગેલા ખાનગી માલિકના CCTVનું રેકોર્ડીંગ ફરજીયાત પોલીસ તંત્રને આપવું પડશે.રાજ્ય સરકારનો આ બિલ લાવવા પાછળનો હેતુ લોકોની સુરક્ષા અને ગુનાખોરીને રોકવાનો છે. જો કે સરકાર દ્વારા આ બિલ રજૂ થઇને પસાર કરાતા જાહેર સ્થળો પર સીસીટીવી ફૂટેજ પર કાયદેસર રીતે પોલીસનો અધિકાર રહેશે. તેમજ કોઇપણ વ્યક્તિ સીસીટીવી ફૂટેજ પોલીસને આપવાનો ઇનકાર કરી શકશે નહિ. તેમજ આ બિલ દ્વારા જાહેરસ્થળ પર લાગેલા ખાનગી CCTVનું એક્સેસ પોલીસ પાસે પણ રહેશે.