Mysamacchar.in:ગાંધીનગર
ગુજરાતમાં સલામત ગણાતી મહિલાઓની સુરક્ષાના હવે પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાતમા જે રીતે દુષ્કર્મના અને મહિલા પર હુમલાઓના કિસ્સા વધી રહ્યા છે તેના પરથી એટલો સવાલ ચોક્કસથી થાય કે શું ખરેખર ગુજરાતમાં મહિલાઓ છે સલામત…?? વિધાનસભાના ચાલી રહેલ સત્રમાં સરકારે પણ વિધાનસભામાં આંકડાઓ આપ્યા તે ચોકાવનારા છે વિધાનસભામાં આંકડા અપાયા કે, ગુજરાતમાં બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 3796 કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે હદે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે તે જોતા હવે ગુજરાતની છબી બગડે તેવુ લાગી રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ અંગે આંકડા માંગવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે.જે મુજબ, ગુજરાતમાં બે વર્ષમાં 3796 દુષ્કર્મના કેસ બન્યા છે. જેમાં 61 સામુહિક દુષ્કર્મના કેસ છે. સરકારે કયા શહેરમાં દુષ્કર્મના કેટલાક કેસ નોંધાયા છે તેની માહિતી પણ આપી છે.
જે મુજબ, અમદાવાદ શહેરમાં બે વર્ષ દરમિયાન 729 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં 508, વડોદરામાં 183, છોટાઉદેપુરમાં 175 અને કચ્છમાં 166 કેસ બે વર્ષ દરમિયાન નોંધાયા છે. તો રાજકોટમાં 145, ભાવનગરમાં 132, મોરબીમાં 77, અમરેલીમાં 45, જૂનાગઢમાં 114, ગીરસોમનાથમાં 84, પોરબંદરમાં 24, જામનગરમાં 51, દ્વારકામાં 49 અને બોટાદમાં 61 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દાહોજમાં 60, આણઁદમાં 52, મહીસાગરમાં 66, ખેડામાં 58, પંચમહાલમાં 62 કેસ નોંધાયા છે. તો બનાસકાંઠામાં 134, પાટણમાં 131, ગાંધીનગરમાં 37, મહેસાણામાં 65, સાબરકાંઠામાં 136 અને અરવલ્લીમાં 41 કેસ નોંધાયા છે.સાથે જ નસીબની બલિહારી એવી છે કે, એક તરફ કેસ વધ્યા છે, પરંતુ તેના 203 આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. આંકડા મુજબ, રાજ્યના 22 જિલ્લાઓ એવા છે કે, જ્યાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક કે એકથી વધુ સામુહિક દુષ્કર્મના બનાવો બની ચૂક્યા છે.