Mysamachar.in-ગાંધીનગર:
આજે બુધવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે મહેસુલ વિભાગે એફિડેવિટ માં થી મુક્તિનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા કહ્યું હતું કે કેટલીક જગ્યાએ હજુ પણ અમલવારીનો પ્રશ્ન થતો હતો જેથી હવે મહેસૂલી કામમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી દેવામાં આવશે. જેથી CMએ સેલ્ફ ડિકરેશન બાબતે મુખ્ય સચિવને સૂચના આપી છે. અને જીલ્લા કલેકટરો સુધી આ સુચના આપી અને કડકપણે સેલ્ફ ડીકલેરેશન માન્ય રાખવામાં આવે અને અરજદારોને ખોટી તકલીફો ના પડે તેવી સૂચનાઓ આપવા પણ આ બેઠકમાં કહેવામાં આવ્યું છે.