Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ગત મોડી રાતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 167 ડેપ્યુટી કલેકટરકક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, આ બદલીઓના ઓર્ડરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોટાપાયે ફેરફારો થયા છે.બન્ને જિલ્લામાં શું ફેરફારો થયા તેની વિગતો આ પ્રમાણે છે.
-જામનગર જીલ્લાના ધ્રોલ પ્રાંત અધિકારી એચ.પી.જોશીની બદલી નાયબ જીલ્લા ચુંટણી અધિકારી પોરબંદર તરીકે કરવામાં આવી છે.
તો પ્રાંત અધિકારી ધ્રોલ તરીકે ડો.વિપુલ સાકરીયાને મુકવામાં આવ્યા છે
-જામનગર જીલ્લાના લાલપુર પ્રાંત અધિકારી નીતિન સાવલીયાની નવસારી સ્ટેમ્પ ડ્યુટીમાં બદલી કરવામાં આવી છે
તો પ્રાંત અધિકારી લાલપુર તરીકે એન.ડી.ગોવાણીને મુકવામાં આવ્યા છે
-જામનગર મનપાના નાયબ કમિશ્નર ભાર્ગવ ડાંગરની બદલી અમરેલી પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે, હાલ તેની જગ્યાએ કોઈની નિમણુંક આપવામાં આવી નથી
-જામનગર જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જીલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયાની બદલી પ્રાંત અધિકારી ખંભાળિયા બદલી તરીકે કરાઈ
-દ્વારકા ના ખંભાળીયા ના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાની બદલી જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે કરાઈ છે
-હર્ષદીપ આચાર્યને સ્ટેમ્પ ડ્યુટીમાં મુકવામાં આવ્યા છે
-જામનગર જીલ્લા નાયબ ચુંટણી અધિકારી તરીકે પાટણથી જે.એમ.તુવરને મુકવામાં આવ્યા છે.