• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરની ધ્રોલ સહીત રાજ્યની 5 નગરપાલિકાઓ માટે 40 કરોડ પાણી પૂરવઠાના કામો માટે મંજૂર કરતા મુખ્યમંત્રી

My Samachar by My Samachar
December 30, 2021
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
જામનગરની ધ્રોલ સહીત રાજ્યની  5 નગરપાલિકાઓ માટે 40 કરોડ  પાણી પૂરવઠાના કામો માટે મંજૂર કરતા મુખ્યમંત્રી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 40.44 કરોડ રૂપિયા 5 નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે, ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને 7.58 કરોડ રૂપિયા, જામનગરની ધ્રોલ નગરપાલિકાને 8.37 કરોડ રૂપિયા, બોટાદને 11.58 કરોડ રૂપિયા ફાળવ્યા છે.એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર નગરપાલિકાને રૂ.2.18 કરોડ તથા સંતરામપૂર નગરપાલિકાને રૂ.10.56 કરોડની રકમ ફાળવવામાં .આવી છે રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ નગરપાલિકાઓમાં આગામી 2051/52ની વસ્તીની પાણીની જરૂરિયાતોના અંદાજો ધ્યાનમાં લઇને આ દરખાસ્તો કરી હતી જેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે,

મુખ્યમંત્રીએ જે નગરપાલિકાઓમાં આ કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં પાટડી નગરપાલિકામાં ગુજરાત પાણી પૂરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની યોજના મારફતે બજાણા હેડવર્કસથી પાણી પમ્પ કરીને મેઇન હેડવર્કસની 7 લાખ લીટરની વર્તમાન ટાંકીમાં પાણી ચડાવી શહેરને અપાશે. પાટડીમાં હાલ જે પાતાળકુવા અને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી પુરૂં પાડવામાં આવે છે તેમાં આ યોજના પૂરક બનશે. 

ધ્રોલ નગરપાલિકામાં હયાત 250 મી.મી. ડાયાની પાઇપલાઇન 30 વર્ષથી વધારે સમયથી છે તેને બદલવા અને નવિન યોજના તૈયાર કરવા માટે રૂ. 8.37 કરોડ ફાળવવામાં આવ્યા છે. બોટાદ નગરપાલિકામાં નવા 3 ઝોનમાં વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે 11.58 કરોડ રૂપિયાની રકમ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂરમાં દૈનિક ધોરણે તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે તેમજ સંતરામપૂરમાં તમામ પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરીના આયોજન માટે અનુક્રમે રૂ.2.18 કરોડ તથા રૂ. 10.56 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. 

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025

ઝોનફેર લઇ રહ્યો છે આકાર ત્યારે જ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં એક RTIથી મચી ચકચાર

June 10, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025

ઝોનફેર લઇ રહ્યો છે આકાર ત્યારે જ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં એક RTIથી મચી ચકચાર

June 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®